સુરત, 18 મે : બારડોલી ખાતે ટાઉન હોલમાં તા.19મીએ સવારે 10:30 વાગ્યે સુરત જિલ્લા કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ અને મહાનુભાવોના હસ્તે સખી મંડળોને લોનસહાયના ચેક વિતરણ કરવામાં આવશે. સુરત જિલ્લાના તમામ તાલુકામાંથી કેશ ક્રેડીટ માટે 500 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત