મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને જાણવાનો સુરતના આંગણે અનોખો અવસર

ધર્મ
Spread the love

સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21મી મેના રોજ સુરત ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવનને પોતાના મુખાવિંદથી પ્રસ્તુત કરશે.બે દિવસીય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ કાર્યક્રમને માણવા માટે સુરત શહેર-જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામના ભક્તજનો ઉમટી પડશે.યુગ વક્તા કુમાર વિશ્વાસને સાંભળવા તે પણ એક લ્હાવો છે.
આ અંગે માહિતી આપતા સી.એ. હરિ અરોરાએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકારીત થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે ‘ અપને અપને રામ ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિર જેવો જ મંદિર ઉભું કરવામાં આવી રહ્યું છે. જેથી શ્રોતાઓને એવી અનુભૂતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થસ્થળના પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે. કાર્યક્રમનું આયોજન ઉધના મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એગઝીબીશન ગ્રાઉન્ડ પર 20 અને 21મી મેના રોજ સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમની પ્રસ્તુતિ વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે 24 વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌકોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનો છે. ફાઉન્ડેશનના પ્રકાશ ધોરીયાણી દ્વારા જાહેર જનતાને એવી અપીલ કરવામાં આવે છે કે કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કઈક અલગ હશે અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નથી, પ્રવેશ નિઃશુલ્ક છે અને જનતાને સહ પરિવાર ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું આમંત્રણ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *