
સુરત, 20 મે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 13 ગામોમાં રૂ.27કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ સિવણ ગામે રૂ.4.22 કરોડ, સિથાણ ગામે રૂ. 1.18 કરોડ લાખ, ભારૂંડી ગામે રૂ.4.28 કરોડ, માધર ગામે રૂ.27.64 લાખ, ખલીલપોર ગામે 8.68 લાખ, ઓભલા ગામે રૂ. 4.14 કરોડ, પારડી-ભાદોલી ગામે રૂ.5.30 કરોડ, કણભી ગામે રૂ.5.6 કરોડ, એરથાણ ગામે રૂ.45.24 લાખ, વિહાર ગામે રૂ.32 લાખ, કંથરાજ ગામે રૂ.17.64 લાખ, મોરથાણા ગામે રૂ.89.53 લાખ, ગોલા ગામે રૂ.81 લાખ સહિત કુલ રૂ.27.91 કરોડના ખર્ચે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, ગટરલાઈન, તેમજ પંચાયતભવન અને હળપતિ સમાજ ભવન સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત