સુરત : રાજ્ય સરકારના શિક્ષણજગત માટે લેવાયેલા વિવિધ નિર્ણયોને આવકારતા દેસાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 20 મે : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ અને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ મેમ્બર અને સુરત મનપાના સ્ટેંડનીંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશભાઈ દેસાઈએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ જગત માટે લેવામાં આવેલા નિર્ણયને વધાવ્યા છે.
દેસાઈએ આપેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર જણાવ્યું છે કે “ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ ” ના સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારમાં ટુંકાગાળામાં અનેકવિધ પ્રજાલક્ષી નિર્ણયો લઈ વિવિધ ક્ષેત્રોના લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો.આવો જ એક ઐતિહાસિક નિર્ણય શિક્ષણ જગત સાથે સંકળાયેલ વિવિધ સંવર્ગને લગતા વણઉક્લ્યા પ્રશ્નો બાબતે હાલમાં લેવામાં આવ્યો.આ પ્રકારના સુખદ અને સફળ નિર્ણયથી લાખો કર્મયોગી સારસ્વતો તથા બિનશૈક્ષણિક કર્મયોગીઓમાં આનંદ અને ઉત્સાહ સાથે સરકારની કામગીરીમાં વિશ્વાસ સંપાદિત થયો છે. હું આ તકે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનું સફળ નેતૃત્વ કરતા સૌને સફળતા મેળવવા બદલ અભિનંદન પાઠવું છું, સાથો-સાથ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી,પ્રદેશ અધ્યક્ષ તથા પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ આપનાર સર્વે મહાનુભાવોનો ઉકેલાર્થે તત્પરતા દાખવવા બદલ સહ્રદય આભાર માનું છું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *