
સુરત, 23 મે : કાંઠા વિસ્તારના યુવા રમતવીરોમાં રમતગમતના કૌશલ્યને પ્રોત્સાહન મળે તથા એ વિસ્તારના ગામો વચ્ચે સંવાદ અને એકતા વધે, લોકો વચ્ચે ખેલદિલી અને પરસ્પર ભાઈચારાની ભાવના વિકસિત થાય એવા હેતુથી અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા હજીરા કાંઠા વિસ્તારમાં અદાણી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સમગ્ર ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 40 ગામોની ૫૨ ટીમના 780 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ નવચેતન ક્રિકેટ ગ્રાઉન્ડ, જૂનાગામ અને મોટાવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. દરેક ખેલાડીને અદાણી ફાઉન્ડેશન તરફથી ટી-શર્ટ તેમજ ટુર્નામેન્ટની ફાઈનલમાં વિજેતા ટીમ અને પરાજિત ટીમને રોકડ ઈનામ અને ટ્રોફી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

ફાઈનલ મેચના અંતે કાંઠા વિસ્તાર સહકારી મંડળીના મંત્રી રમેશ પટેલ, મોટાવાડા સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ નવીન પટેલ, જૂનાગામના સરપંચ ભગુ પટેલ, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર ડો.આશુતોષ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત