સુરત : ‘ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી – ન્યુ એવેન્યુ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સુરત ’ વિશે સેમિનાર યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 23 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) અને અગરવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સોમવાર, 23મી મે, 2022ના રોજ સાંજે 7:30 કલાકે ‘ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી – ન્યુ એવેન્યુ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સુરત’ વિષય ઉપર અગર એકસોટીકા, ડીપીએસ સ્કૂલ પાસે, ડુમસ રોડ, સુરત ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ મહેતા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે માર્ગદર્શન આપશે. જ્યારે પેપરમીન્ટના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર સંતોષ કટારિયા ‘નિર્યાત કેવી રીતે વધારવી ?’ તે અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે.ઉપરોકત સેમિનારમાં ભાગ લેવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, સેમિનારમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3yDtwn9 પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *