કામરેજ તાલુકાના થારોલી ગામે પશુપાલકો માટે પ્રાકૃતિક ખેતી માટેનો તાલીમ કાર્યક્રમ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 23 મે : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ ખર્ચ ઓછો થાય તેમજ કિસાનોની આવક વધે એ હેતુથી દરેક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેવા હેતુને સાકારિત કરવા માટે આવતીકાલ તા.24/5/2022ના રોજ બપોરે 3 વાગે જિલ્લા કલેકટર આયુષ ઓકના વડપણ હેઠળ કામરેજ તાલુકાના થારોલી ગામે સુરત પાજરાપોળની બ્રાંચ (સુમુલ ડેરીના નવી પારડી ચિલીંગ સેન્ટર નવી પારડીની સામે) ખાતે ગીર/દેશી ગાયો પાળતા પશુપાલકો માટે તાલીમ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત, બીજામૃત અને રોગ નિયંત્રણ માટે પ્રાકૃતિક દવાઓ બનાવવા માટે જિલ્લાના ગીર/દેશી ગાયો રાખતા પશુપાલકો અને ગૌશાળા/પાંજરાપોળના પ્રતિનિધિઓને ખાસ તાલીમ આપવામાં આવશે. આ પ્રશિક્ષણમાં મોટી સંખ્યામાં ભાગ લેવા સુરતના નાયબ પશુપાલક નિયામક દ્વારા જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *