
સુરત, 25 મે : આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે. શાંતિ અને એખલાસનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામાં અનુસાર (સુરત શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાય) સમગ્ર જિલ્લા વિસ્તારમાં 8 જૂન -2022 સુધી હથિયારબંધી લાગુ કરી છે. આ વિસ્તારોમાં કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા કે અન્ય કોઈપણ ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત સુરૂચિનો ભંગ અથાવ નીતિનો ભંગ થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત