સુરતના આંગણે 1 જુને ‘દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા સ્પર્ધા’ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 25 મે : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સુરત દ્વારા દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ 2021-22 બે- દિવસીય સ્પર્ધાનું આગામી તા.1 અને 2 જી જુનના રોજ સવારે 8 વાગે વરાછાના હિરાબાગ સ્થિત પી.પી. સવાણી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા સ્પર્ધા 1 જૂનના રોજ લોકનૃત્ય, રાસ, ભરતનાટયમ, કુચીપુડી, ઓર્ગન, સિતાર, ગીટાર, એકપાત્રીય અભિનય, ચિત્રકલા, સર્જનાત્મક કારિગીરી, નિબંધ લેખન, કાવ્ય લેખન અને ગઝલ શાયરી લેખન મળીને કુલ 13 સ્પર્ધા યોજાશે. જયારે 2 જૂનના રોજ ગરબા, સમૂહગીત, કથ્થક, ઓડીસી, વક્તૃત્વ, લોકવાર્તા, દુહા છંદ ચોપાઈ અને સ્કૂલ બેન્ડ મળીને કુલ 8 સ્પર્ધા યોજાશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *