
સુરત, 25 મે : શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળ, વેડ રોડ દ્વારા બુધવારે કતારગામ, સિંગણપોર સ્થિત મનપાના કોમ્યુનિટી હોલ ખાતે સમાજના મહાન સંત શ્રી ભીમા ભોઇના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વર-વધુ પરિચય મેળો તેમજ વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળના પ્રમુખ અનિલ તાનકુ એ જણાવ્યું હતું કે અમારું મંડળ છેલ્લા 8 વર્ષથી સમાજ માટે વિવિધ પ્રકારની સામાજિક-ધાર્મિક-સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. હવે મહામારી અંકુશમાં આવી જતા આ વર્ષે સમાજના મહાન સંતશ્રી ભીમા ભોઇના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.બુધવારે સવારે 7 કલાકે ઘટ સ્થાપન-પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. 8 કલાકથી પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ત્યાર બાદ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્ય્રકમ બાદ આવેલા મહેમાનોના સ્વાગત કરવામાં આવ્યું હતું.બાદમાં વર-વધુ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજે 2500થી 3 હજાર લોકોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો.મંડળ દ્વારા આયોજિત વર-વધુ મેળા દરમિયાન અપંગ, વિધુર, છુટાછેડા લીધેલી વ્યક્તિઓ તેમજ વિધવા મહિલાઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.સમગ્ર દિવસ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મંડળના અગ્રણી સંજય દામુડોલે,રાકેશ સોમાજાવરે સહિત તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમાજના આ કાર્યક્મમાં બિહાર વિકાસ મંડળના પ્રમુખ પ્રભુનાથ યાદવ, વોર્ડ ક્રમાંક 8ના નગર સેવક સુવર્ણા જાદવ, જ્યોતિકા લાઠીયા સહિત સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત