
સુરત, 25 મે : 11માં ખેલ મહાકુંભ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુત્તિ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને તાપ્તી વેલી સ્કૂલના સહયોગથી રાજયકક્ષાની ટેકવાન્ડો સ્પર્ધાનો પ્રારંભ થયો છે.

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે શરૂ થયેલી અં.14,17અને ઓપન એઈજ ગૃપ ટેકવાન્ડો સ્પર્ધા તા.25-05-2022થી તા.29-05-2022સુધી ચાલશે. રાજયભરના અંદાજીત 1500 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત