પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની કારોબારી બેઠક મળી

સ્થાનિક
Spread the love

સુરત, 26 મે : સુરત શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાળ ભવન ખાતે ગુરુવારે સાંજે કાર્યકર્તાઓ-પદાધિકારીઓની વિશાળ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર બૃહદ શહેર કારોબારીની બેઠક મળી હતી.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાનથી થયો હતો.બાદમાં ગત દિવસોમાં અવસાન પામેલા દિવંગત કાર્યકર્તાઓના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં સુરત શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા પોતાના સ્વાગત પ્રવચનમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના સુસાશનના 8 વર્ષ પૂર્ણ થયાના અભિનંદન સાથે કાર્યકર્તાઓને શુભેચ્છા આપી હતી.તેમણે તેઓના સંબોધનમાં પેજ કમિટી અંગે વિસ્તૃત રૂપે માહિતી અને સુચના આપી હતી સુપોષણ અભિયાન યોજના અંગે વિસ્તૃત માહિતી અને કામગીરીની સમિક્ષા કરી હતી.તેઓએ કાર્યકર્તાઓને સોશીયલ મીડીયાના યથોચિત ઉપયોગ સાથે સક્રીયતા દાખવવા અપીલ કરી હતી.આજથી 27 વર્ષ પહેલાનું સુરત અને ત્યારપછી વર્ષ 1995 બાદના ભાજપાના શાસનકાળમાં સુરતની વિકાસલક્ષી ગાથાની વિસ્તૃત માહિતી કાર્યકર્તાઓને આપી હતી. સુરત મનપામાં ભાજપ શાસકોનું યોગદાન,કાયાપલટ, પ્રજાભિમુખ વહિવટ અંગે ચિતાર આપ્યો હતો.

બાદમાં શહેર મહામંત્રી કિશોર બિંદલ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી આપી હતી.સુરત મહાનગર ના મેયર હેમાલી બોઘાવાલા અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ દ્વારા સુરત મહાનગર પાલિકા દ્વારા કરાયેલ વિકાસના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી અપાઈ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ વર્ષ 2014 પછી બદલાયેલા ભારતની વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરાયેલ વિકાસની તથા રાજ્ય સરકાર દ્વારા કરાયેલ યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરતા દલિત , શોષિત , વંચિત લોકોના ભલા માટે વિવિધ કાર્યો કર્યા છે , મહિલાઓ અને યુવાનો માટેની પણ અઢળક યોજનાઓ બનાવી આ તમામ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેની ચિંતા કરી છે .

આ બેઠકમાં શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર,રાજય સરકારના મંત્રી પુર્ણેશ મોદી, મહામંત્રીઓ, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, વી.ડી. ઝાલાવાડીયા, પૂર્વ દંડક અજય ચોકસી,કોર્પોરેશનના પદાધિકારીઓ, હોદ્દેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *