
સુરત, 26 મે : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 12 ગામો ખાતે રૂ.7.22 કરોડના ખર્ચે વિવિધ જનહિતલક્ષી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મંત્રીપટેલે જણાવ્યું હતું કે, જનજન સુધી વિકાસના કાર્યોને સાકારિત કરવા માટે સરકાર કટિબધ્ધ છે. આવનારા સમયમાં બાકી રહેલા વિકાસકામોને પણ પુર્ણ કરવામાં આવનાર હોવાની વિગતો મંત્રીએ આપી હતી.મંત્રીએ સોંદામોંઠા ગામે રૂા.89.60 લાખ, સરસાણા ગામે રૂા.66.18લાખ, કોબા-ઠોઠબ ગામે રૂા.1.13 કરોડ, પારડી-કોબા ગામે રૂા.6.77 લાખ, કદરામા ગામે રૂા.89.90 લાખ, ભાદોલ ગામે રૂા.18.19 લાખ, અટોદરા ગામે રૂા.89.45 લાખ, અછારણ ગામે રૂા.37.83 લાખ, સાંધીયેર ગામે રૂા.1.5 કરોડ, પરીયા ગામે રૂા.21.24 લાખ, કોસમ ગામે રૂા.8.38 લાખ, શેરડી ગામે રૂા.20.02 લાખ સહિત કુલ રૂ.7.22 કરોડના ખર્ચે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, ગટર લાઈન અને પ્રોટેક્શન વોલ સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, ઉપપ્રમુખ જશુ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત