
સુરત, 27 મે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 29મી મે 2022ના રોજ નડિયાદ-ખેડા ખાતેથી 29 જિલ્લાઓમાં પોલિસ વિભાગના અનેક આવાસોનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે. જેના ભાગરૂપે 29મીના રોજ બપોરે 12 વાગ્યે લાલગેટ પોલીસ સ્ટેશન પાસે, રામપુરા ખાતે સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલ માટે પ્રથમ વખત B કેટેગરીમાં 2 BHK ધરાવતા 40 ફ્લેટોનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાણા, ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, B કેટેગરીના ક્વાટર્સ પોલીસ કોન્સ્ટેબલ માટે હોય છે. અત્યાર સુધી 1-BHK મકાન ફાળવવામાં આવતા હતા. સુરતમાં પ્રથમ વાર B કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 2-BHKના મકાન ફાળવવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, સાંસદો , ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત