
સુરત, 27 મે : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, (નાલ્સા)ના આદેશ અનુસાર આગામી 26મી જૂન રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં “ક્રિમીનલ કંમ્પાઉન્ડબેલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટની કલમ 138 અન્વયેના કેસો, બેંકના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર ડીસ્પ્યુટના કેસો, વોટર અને ઈલેકટ્રીસીટી બીલના કેસો (બિન સમાધાન પાત્ર સિવાયના ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, લેન્ડ એકવીઝીશન એક્ટ અન્વયેના કેસો, સર્વિસ મેટર (પગાર, ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો, અન્ય સિવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમના દાવા, સ્પે.પર્ફોમન્સના દાવા) વગેરે પ્રકારના કેસો મુકવામાં આવનાર છે. જેથી સુરત જિલ્લા અને શહેરના લોકોએ લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા સુરત જિલ્લા મુખ્ય ન્યાયાધિશ અને જિલ્લા કાનુની સેવા સત્તામંડળના અધ્યક્ષ વિમલ કે.વ્યાસની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત