સુરત : ચેમ્બર દ્વારા ‘ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ સંદર્ભે, સુપ્રિમ કોર્ટના તાજેતરના ચૂકાદા’ વિશે વેબિનાર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 28 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ સંદર્ભે સુપ્રિમ કોર્ટના તાજેતરના ચૂકાદા’ વિશે ઝુમના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે અમદાવાદના તુષાર પ્રમોદ હેમાની અને લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટોર્નીઝના પાર્ટનર જિગર શાહ દ્વારા સુપ્રિમ કોર્ટના ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ અંગે તાજેતરના ચૂકાદાઓ વિશે પોતપોતાનું તારણ રજૂ કરવામાં આવ્યું હતું.
તુષાર પ્રમોદ હેમાની દ્વારા Analysis of provisions of reassessment under the Income Tax Act – union of India V Ashish Agarwal (2022) 138 Taxmann.com 64 વિશે પોતાનું એનાલિસિસ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે જિગર શાહ દ્વારા Analysis and Discussion on recent decision of Hon’ble Supreme Court – Mohit Minerals – Northern Operating System and Munjaal Manish Bhatt વિશે પોતાનું તારણ રજૂ કરવામાં આવ્યું હતું.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રેસિડેન્ટ અનિલ શાહે કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય દિપેશ શાકવાલાએ વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રજ્ઞેશ જગાશેઠ, જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરતના પ્રેસિડેન્ટ સીએ રષેશ શાહે સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. વેબિનારના અંતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ્સના પ્રેસિડેન્ટ કાર્તિકેય શાહે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.
ઉપરોકત વેબિનારના આયોજન માટે ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમ ટેકસ બાર એસોસીએશન– અમદાવાદ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહકાર પ્રાપ્ત થયો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *