
સુરત,28 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહનું આયોજન શહેરના રૂસ્તમ પૂરા કૉમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં સુરત શહેર કોંગ્રેસના પ્રભારી યુનુસ પટેલ,સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ, માજી મેયર.કદીર પીરઝાદા,માજી પ્રમુખ બાબુ રાયકા,હસમુખ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં અને સાથે સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમના સમર્થકો સાથે જોડાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત