
સુરત, 29 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શનિવાર, 28મે 2022ના રોજ સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના સીઇઓ દિલીપ ઓમને મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૧ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, આર એન્ડ ડી, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે.આ વર્ષે કોવિડની મહામારી દરમ્યાન સુરતના ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટને અસર નહીં થાય અને આ પ્રોજેકટના લીધે ધંધા – ઉદ્યોગોને વેગ મળે તે દિશામાં મહત્વની કામગીરી કરનારા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને પણ આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ઓફ ધી ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સુરતમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને પ્રોડકટ ડેવલપમેન્ટમાં સિંહફાળો આપવા માટે પણ સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મુખ્ય મહેમાન દિલીપ ઓમને એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ એવોર્ડને કારણે બિઝનેસ હાઉસિસ જ નહીં પણ શિક્ષણ ક્ષેત્રે, સુરક્ષા ક્ષેત્રે અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓ તેમજ કંપનીઓ એકસલેન્સ માટે પ્રોત્સાહિત થાય છે. તેમણે પોતાની કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડની પ્રોડકશન કેપેસિટી અને એકસ્પાન્શન વિશે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોવિડ– 19 અને યુક્રેન ક્રાઇસિસે વૈશ્વિક અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચાડી છે ત્યારે બધાએ સ્પર્ધાત્મક વાતાવરણમાં એકબીજાના સહયોગથી ગ્રો થવું પડશે. સેફટી એન્ડ સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરવો પડશે. ડિફેન્સ, ડિજીટલ ટેકનોલોજી, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી અને અન્ન ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર થવું પડશે. દરેક બિઝનેસ ફંકશન માટે હવે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત મીશનને સાર્થક કરવા માટે પ્રયાસ કરી રહયા છે. ભારત હવે પબ્લીક સેકટર, હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં આગળ વધી રહયું છે ત્યારે આત્મનિર્ભર ગુજરાત જ દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આગેવાની લેશે.

એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનીકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ 2019-20 અને 2020-21 માટે 15 કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
- ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર’ સર્જન ટેકચ્યુરાઇઝર્સ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર’ જે. કોરીન સ્પીનિંગ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર’ જે.પી. કાછીવાલા ટેકસટાઇલ્સ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ’ સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક
પ્રોડયુસર્સ યુનિયન લિ. (સુમુલ)ને એનાયત કરવામાં આવ્યો હતો. - ‘શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ સારના કેમિકલ્સ પ્રા.લિ.ને એનાયત કરવામાં
આવ્યો હતો. - ‘કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન’ સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિ. (સુમુલ)ને
એનાયત કરવામાં આવ્યો હતો. - ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી’ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ ડિફેન્સને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ’ ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
(એન.પી.સી.આઇ.એલ.) કાકરાપાર ગુજરાત સાઇટને એનાયત કરવામાં આવ્યો હતો. - ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય એનજીઓ’ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ’ વૈષ્ણવી એકવાટેકને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ’ ભારતીય વિદ્યા ભવન્સ જીઆઇપીસીએલ એકેડેમીને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન’ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતિ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી,
સુરતને એનાયત કરાયો હતો. - ‘શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ફોર ધ ઇયર (2019-20 અને2020-21)’ બંછાનિધી પાની–
આઇ.એ.એસ., મ્યુનિસિપલ કમિશનર, સુરત મહાનગરપાલિકા, સુરતને એનાયત કરવામાં આવ્યો હતો. - ‘શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર (ર૦૧૯–ર૦ અને ર૦ર૦–ર૧)’ હંસરાજ ગોંડલિયા, ચેરમેન
અલીધરા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝને એનાયત કરાયો હતો. - ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ફાયનાન્શિયલ સર્વિસિસ (બિઝનેસ ફાયનાન્સ)’ પ્રાઇમ કો–ઓપ. બેંક લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
- ‘સ્પેશિયલ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ કન્ટ્રીબ્યુશન ઇન ટેકનીકલ ટેકસટાઇલ્સ’ આર્ટલાઇનના ફાઉન્ડર અમિષ શાહને એનાયત કરવામાં આવ્યો હતો.
- ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ સમારોહનું સંચાલન ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટના મંત્રી ડો. અનિલ સરાવગી અને ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય મનોજ સિંગાપુરીએ કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શરદ કાપડીયા, કમલેશ યાજ્ઞિક અને રાજેન્દ્ર ચોખાવાલા તથા ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રજ્ઞેશ જગાશેઠે સમારોહમાં પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત