સુરત : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા વર્કશોપનું આયોજન કરાયુ

સ્થાનિક
Spread the love

સુરત, 29 મે : ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સોમવાર, 30 મે 2022ના રોજ સવારે 10 :30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્‌સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઇનીશીએટીવ્સ’ વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ટેકસટાઇલ્સ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે ટેકસટાઇલ્સ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. આ વર્કશોપમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના ઉદ્યોગ આગેવાનો તથા ઉદ્યોગકારોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.જો કે, વર્કશોપમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3LSiA8o પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *