
સુરત, 29 મે : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા આયોજિત, જિલ્લા રમતગમત અધિકારી,સુરત શહેર દ્વારા સંચાલિત ‘ ખેલ મહાકુંભ-2021-22 ‘ની રાજ્યકક્ષાની ભાઈઓ-બહેનો માટેની 20 કિ.મી.ની સાયકલીંગ સ્પર્ધાનું મેયર હેમાલી બોધાવાલાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વેસુ ખાતે સી. બી. પટેલ પાર્ટી પ્લોટ ખાતે વહેલી સવારે આયોજિત આ સાયકલ સ્પર્ધામાં રાજયભરમાંથી 200 જેટલા સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને મેડલ-સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત સ્ટેટ સાયકલીંગ એસો.ના પ્રમુખ દેવેન્દ્ર સોલંકી, સુરત જિલ્લા સાયકલિંગ એસો.ના પ્રેસિડેન્ટ હિતેશ ગામીત, ભરતભાઈ, સુરત શહેરના રમત-ગમત અધિકારી દિનેશ કદમ તથા મહાનગર પાલિકાના અધિકારીઓ, પોલીસ જવાનોના સહયોગથી સ્પર્ધા સંપન્ન થઈ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત