
સુરત,1 જૂન : પ્રજાની સુખાકારી અને વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતી આપણી સરકાર અવારનવાર જનકલ્યાણ સંબંધિત યોજનાઓ ઘડતી રહે છે, અને આવી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહે તેવા અથાગ પ્રયત્ન થઈ રહ્યાં છે. જરૂરિયાતમંદ લોકોને મળી રહેલી સહાયની સફળતા રજૂ કરતા ‘ગરીબ કલ્યાણ સંમલેન’માં સેંકડો લાભાર્થીઓએ યોજનાકીય લાભો મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
અહીં અલગ અલગ યોજનાનો લાભ લેનાર લાભાર્થી પૈકીના એક હતા મહુવા તાલુકાના ધોળીકુઈ ગામના રહેવાસી નીરૂબેન શાંતિભાઈ હળપતિ.10 વર્ષથી વિધવા નીરૂબેન તેમના બે બાળકો સાથે કાચા મકાનમાં લાઈટ, પાણી કે ગેસ લાઈનની કોઈ પણ પ્રાથમિક સુવિધા વગર સામાન્યથી પણ ઓછું જીવન જીવતા હતા. પરંતુ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નીરૂબેને “સપને પણ ન વિચારેલું સપનું આ સરકારે પૂરૂ કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
નીરૂબેને જણાવ્યું કે, હું પ્રાથમિક સુવિધાઓ આપતી યોજનાઓનો લાભ લઈ સુખમય જીવન વ્યતિત કરી રહી છું. જેમાં વિધવા સહાય યોજના અને શ્રમ કાર્ડ યોજનાનો લાભ લઈ આર્થિક મદદ પણ મેળવી રહી છું. આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજના અને અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે મફત અનાજનો પણ લાભ મળે છે. આમ, 7-8અલગ અલગ યોજનાનો એકસાથે લાભ મેળવનાર નીરૂબેનનું જીવન રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાકીય મદદથી ચોક્કસપણે સરળ-સુગમ બની રહ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત