સુરત, 2 જૂન : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય હેઠળના સુરત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તા.3જી જૂન-“વિશ્વ સાયકલ દિવસ”ની અનોખી ઉજવણી માટે કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આજે તા.3જીએ વહેલી સવારે 7 વાગે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતેથી સાયકલ રેલી યોજાશે. આ રેલી 7.5 કિ.મી ફરશે. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં 75 ઐતિહાસિક સ્થળોએ સાયકલ રેલીઓ યોજાશે, જે પૈકી બારડોલીની પસંદગી કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ થયેલા બારડોલી સત્યાગ્રહને કારણે બારડોલીનો સ્વરાજ આશ્રમ વૈશ્વિક ખ્યાતિ પામ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત