
સુરત, 2 જૂન : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ સુરત જિલ્લામાં ૭૫ જેટલા અમૃત સરોવરો બનાવવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે ઓલપાડ તાલુકાના કુંકણી ગામે નવા બની રહેલા અમૃત્ત સરોવર(તળાવ)ની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી 2023 સુધી દેશના દરેક જિલ્લામાં 75 અમૃત્ત સરોવર બનાવવા કરેલા સૂચન અન્વયે ઓલપાડ તાલુકાના કુંકણી ગામે તળાવનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શનાબેને તળાવના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, આંગણવાડીના કર્મચારી બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત