
સુરત, 3 જૂન : ‘ આઝાદીના અમૃત મહોત્સવ ‘ અંતર્ગત ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય હેઠળના સુરત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા 3જી જૂન-“વિશ્વ સાયકલ દિવસ”ના ભાગરૂપે વહેલી સવારે બારડોલી સ્વરાજ આશ્રમથી સ્વામિનારયણ મંદિર-સાંકરી સુધીની 7.5 કિ.મી અંતરની સાયકલ રેલી યોજાઈ હતી. સાંસદ પ્રભુ વસાવા સહિત મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સમગ્ર દેશમાં 75 ઐતિહાસિક સ્થળોએ સાયકલ રેલીઓ યોજાઈ હતી, ત્યારે ઐતિહાસિક નગરી બારડોલીની પણ રેલી માટે પસંદગી કરવામાં આવી હતી. ‘ફીટ ઇન્ડિયા’ મુવમેન્ટ થકી દ્વારા જનજાગૃતિ, સ્વસ્થ અને સુગમ જીવન માટે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સાઈકલનો વધુમાં વધુ ઉપયોગ કરીને સ્વસ્થ અને નીરોગી બનાવવાનો છે. રેલીમાં170થી વધુ સાઈકલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે સર્વને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.

આ પ્રસંગે બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોધા, એ.એસ.પી. વિશાખા જૈન, નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત નિરંજના કલાર્થી, નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલ શિરોયા,એડવોકેટ દીપિકા ચૌહાણ, જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, તાલુકા કોર્ડીનેટરો સત્યેન્દ્ર, નિખિલ, મેહુલ, કીર્તિ, શિવમ, મનોજ સહિત સાઈકલ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત