સુરતમાં પૂર્વ સૈનિકો માટે હૃદયરોગનો નિ:શુલ્ક તપાસ કેમ્પ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 3 જૂન : હૃદય રોગના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈને જાહેર જનતામાં જાગૃતિ ફેલાય એવા આશયથી સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ-સુરત દ્વારા નિ:શુલ્ક હૃદયરોગ તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં 50 વર્ષથી 92 વર્ષ સુધીના 57 થી વધુ માજી સૈનિકોનું નિષ્ણાત તબીબો દ્વારા ચેકઅપ કરાયું હતું. કેમ્પમાં માજી સૈનિકો સહિત તેમના પરિવારજનોને ઉપલબ્ધ સુવિધાઓ ECG, 2D ઇકો (હૃદયની સોનોગ્રાફી) કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલટેશન તેમજ પ્રાથમિક તપાસણી કરી હૃદયરોગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
કેમ્પમાં માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જનરલ સામાન્ય મંત્રી કાંતિ માંજરાવાલા, ફાઉન્ડર સુધીર પટેલ, પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શક મનમોહન શર્મા અને જયંતિભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *