
સુરત : વર્ષાબેન તથા હીતેન્દ્ર ગાંધીના લગ્નજીવનના 25 વર્ષ પૂર્ણ થતાં સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં એક હોટેલમાં આ લગ્ન વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે યુથ રેડક્રોસ , રેડક્રોસ બ્લડબેન્ક , લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને કતારગામ BJP ડોકટર સેલ ના સહ સંયોજક ડૉ.ભાવિન શિરોયા, ડૉ. નીરવ ગોંડલીયા (ICU સ્પેશિયાલિસ્ટ , ફેફસાં ના રોગોના નિષ્ણાંત) , છોટુ પાટીલ (મેમ્બર : પશ્ચિમ રેલવે) ઉપસ્થિત રહ્યા હતા.
આ એનિવર્સરીની ઉજવણી કરવા માટે ભેગો થયેલો પરિવાર ખૂબ જ ઉત્સાહ ભેર આ પળને માણી રહ્યો હતો ત્યારે હીતેન્દ્રભાઈ અને વર્ષાબેનએ એમની 25 મી એનિવર્સરીના દિવસે તેમના મૃત્યુ બાદ નેત્રદાન,દેહદાન અને અંગદાનનો સંકલ્પ કર્યો હતો.આ ઉપરાંત તેમના પરિવારજનો દ્વારા સામુહિક રીતે પણ આ સંકલ્પ કરી સમાજ ને એક નવી દિશા આપવાનું અને સદકાર્ય કરવાનો જશ મેળવ્યો હતો.
સક્ષમ પશ્ચિમભારત ના કાર્યવાહક , રેડક્રોસ બ્લડબેન્ક સુરત અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના અધ્યક્ષ કમાંડેન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ આ કાર્યક્રમ માં પોતાનો વીડિયો સંદેશ રજુ કરી આ દંપતી ને શુભેચ્છાઓ આપી હતી અને આગામી સમય માં પણ લોકો આ અંગે જાગૃત થાય એ હેતુ થી અવેરનેસ કેમ્પ નું આયોજન કરવા જણાવાયું હતું.

યુથ રેડક્રોસ , રેડક્રોસ બ્લડબેન્ક , લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને કતારગામ BJP ડોકટર સેલ ના સહ સંયોજક ડૉ.ભાવિન રાજેશ શિરોયા દ્રારા સંસ્થા નો પરિચય આપતા જણાવવામાં આવ્યું હતું કે સન 1996 થી અત્યાર સુધી માં લોકદ્રષ્ટિ ચક્ષુબેંક વતી 45000 કરતા વધારે જોડી આંખ દાન માં મેળવી જરૂરિયાત મંદ 90000 થી વધારે અંધ વ્યક્તિ ને આ આંખ નું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અને આ શ્રુષ્ટિ ને નિહાળવાનો અનેરો આનંદ લાઇ રહ્યા છે ત્યારે આપ દરેક એ નેત્રદાન કરી આપડા આ મનુષ્ય દેહ ને ઉજાગર કરવો જોઈએ.ડૉ. નીરવ ગોંડલીયા (ICU સ્પેશિયાલિસ્ટ , ફેફસાં ના રોગોના નિષ્ણાંત) દ્રારા દેહદાન વિશેની સાચી સમજૂતી પુરી પાડવામાં .આવી હતી અને છોટુ પાટીલ દ્વારા આ પ્રસંગે દરેક વ્યક્તિએ દર 3 મહિને અવશ્ય રક્તદાન કરવું જોઈએ તેવી હાંકલ કરી દંપતી ને શુભેચ્છાઓ પાઠવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત