
સુરત, 5 જૂન : ‘ વિશ્વ પર્યાવરણ દિવસ ‘ને અનુલક્ષીને સુરત સીટી પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા, ‘રોડ સેફ્ટી’ તેમજ ‘સેફ સુરત’ના સંદેશ સાથે શહેરના VIP રોડ પર વહેલી સવારે આયોજિત ‘સુરત સિટી પોલીસ સાયક્લોથોન’ને પોલીસ કમિશનર અજય તોમરે, ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

100,50,30 અને 10કિ.મી. જેવી અલગ અલગ કેટેગરીમાં, યોજાયેલી સાયકલોથોનમાં 900 જેટલા સાયક્લિસ્ટોએ, ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ, ભાગ લેનાર સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરી જનતાને કોઈ હાલાકી ન અનુભવાય એ માટે, આશરે 80 જેટલા ટ્રાફિક પોલીસ તેમજ 150 જેટલા સ્વયંસેવકોનો બંદોબસ્ત પણ કરાયો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત