
સુરત, 5 જૂન : જિલ્લા રોજગાર કચેરી-સુરત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરતના સંયુક્ત ઉપક્રમે અમરોલી કોલેજના સહયોગથી દક્ષિણ ગુજરાતના શિક્ષણ સ્નાતક ઉમેદવારોને ખાનગી શાળાઓમાં નોકરી મળી રહે તે હેતુસર આજે જે.ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ-અમરોલી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં સુરત, ભરૂચ અને નવસારી જિલ્લાની કુલ ૨૪ શાળાઓના પ્રતિનિધિઓએ હાજર રહી વિવિધ વિષયના શિક્ષકો માટેની 200 થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા.શિક્ષક બનવા માટે હાજર રહેલા કુલ 324 ઉમેદવારો પૈકી137 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

આ પ્રસંગે ભાવિ શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તે માટે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. એન. ચાવડા, અમરોલી કોલેજના સેક્રેટરી અશ્વિન પટેલ, સનેટ મેમ્બર કનુ ભરવાડ, જિલ્લા રોજગાર અધિકારી પારુલ પટેલ, બિપીનભાઈ માંગુકિયા, DIET-સુરતના ડો. સંજયસિંહ બારડ, અમરોલી કોલેજના આચાર્ય ડૉ. રાજેશ રાણા, ડો.મુકેશ ગોયાણી તથા અન્ય મહાનુભાવો અને ઉમેદવાર યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત