સુરત : વિશ્વ પર્યાવરણ દિવસે ‘ગ્રીન યુ ટર્ન’ અને ‘સેવ સોઈલ’ દ્વારા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયા

સ્થાનિક
Spread the love

સુરત, 5 જૂન : પૃથ્વી એ ઈશ્વરે માનવી માટે સર્જેલી અણમોલ ભેટ છે, પરંતુ માનવીય સ્વભાવ છે કે આપણને કોઈ મહત્વની ચીજોની કદર ત્યારે જ કરે છે, જ્યારે તેને ગુમાવી દે છે. આપણી ભૂલોના કારણે પૃથ્વી પર સૌને ભોગવવું પડે છે, એટલે પૃથ્વીને પ્રદૂષણમુક્ત બનાવવા તા.૫મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને પર્યાવરણ પ્રેમી સંસ્થા ‘યુ ટર્ન’ ટીમ તેમજ પ્રોજેક્ટ સુરત ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાહુલરાજ મોલ પાસેના રોડ પર કુદરતના અમૂલ્ય તત્વ ‘માટી’ ને બચાવવા ‘સેવ સોઈલ’ તેમજ ‘all you need is soil’ના નામની વૃક્ષોની કલરફૂલ રંગોળી દોરીને જનજાગૃત્તિનો પ્રયાસ કરાયો હતો.

‘સેવ સોઈલ’ જનજાગૃત્તિ અભિયાન હેઠળ ડિજીટલ યુગમાં સેલ્ફીના ચાહકો માટે SAVE SOIL નેમ ટેગના સેલ્ફી બોક્ષ તેમજ બેનર દ્વારા માટીના મહત્વ, પ્લાસ્ટિક યુઝથી માટીને બચાવવા, પ્લાસ્ટિક વેસ્ટને રીડ્યૂસ કરવા અને રિસાયકલ કરીને તેને રિયૂઝમાં લેવાની વોલિન્ટીયર્સ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર હેમાલ બોઘાવાલા, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, તેમજ યુ ટર્નના ટીમના જગદિશ ઈટાલિયા, વિજય રાદડિયા અને પ્રોજેક્ટ સુરત ટીમના આકાશ બંસલ સહિત અનેક વોલિન્ટીયર્સે સાઈકલિંગ કરીને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા સાથે માટી બચાવવાનો સંદેશ આપ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *