
સુરત, 7 જૂન : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પ્રવક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી આગામી 12 જૂને સુરત આવી રહ્યા છે.તે સંદર્ભમાં મંગળવારે સચિન સ્થિત બ્રહ્માકુમારી સાધના ભવન હોલી પેલેસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સચિન કેન્દ્રના બી.કે.સવિતા દીદીએ બ્રહ્માકુમારી સંસ્થા તેમજ 12મી જૂનના કાર્યક્રમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

બી.કે.સવિતા દીદીએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થાનું મુખ્ય કાર્યાલય ભારતના માઉન્ટ આબુ ખાતે આવેલું છે.આ સંસ્થાની 8500 શાખાઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેમાંની આ સચિન ખાતે આવેલી એક ધાર્મિક હોલી સંસ્થા છે.અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન 140 જેટલા દેશ હિતના જનજાગૃતિના કાર્યક્રમો બ્રહ્માકુમારીજ સાધના ભવન હોલી પેલેસ સચિન સુરત દ્વારા કરવામાં આવી રહ્યા છે.ગત 2 વર્ષોમાં કોરોનાની મહામારીના કારણે બ્રહ્માકુમારી શિવાની દીદીનો કાર્યક્રમ આયોજિત કરી શક્ય ન હતા. આગામી 12મી જૂને સુરતના સરસાણા સ્થિત કન્વેનશન સેન્ટર ખાતે સાંજે 5:30 કલાકે તેમનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.5 હજારથી વધુ લોકો શાંતિથી તેમનું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.બ્રહ્માકુમારી શિવાની દીદી2008થી આસ્થા ચેનલ પર ‘ અવેકનીંગ વિથ બ્રહ્માકુમારી’ કાર્યક્રમમાં લોકોને આધ્યાત્મિક પ્રવચનો આપી માનવ કલાયન માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે.દીદીએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ડિપ્રેશન,હેપીનેસ અનલિમિટેડ સહિત અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે.તેઓ સાર્વજનિક કાર્યક્રમો, ઇન્ટરેક્ટિવ વર્કશોપ, બ્લોગ, રેડિયો અને ટીવી શોના માધ્યમથી લોકોને જ્ઞાન અર્પિત કરી રહ્યા છે.

બી.કે.સવિતા દીદીએ વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી શિવાની દીદીએ 1994માં પુણે યુનિવર્સીટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.બે વર્ષ સુધી ભારતી વિદ્યાપીઠ એન્જીનીયરીંગ કોલેજમાં તેઓ લેક્ચરર તરીકે પણ રહ્યા છે.તેઓને રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડ, વુમન ઓફ ધ ડિકેટ અચિવર એવોર્ડ અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.તેમને સાંભળવા એક લ્હાવો છે.ત્યારે શિવ ભક્તોને તેમની દિવ્ય વાણીનો લાભ લેવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સુરત શહેર-જિલ્લાના સૌ નાગરિકોને હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત