સુરત : ચેમ્બરની મોટા ભાગની માંગણીઓ યુનિફોર્મ પોલિસીમાં આવરી લેવાતા કેન્દ્ર સરકારનો માનવામાં આવ્યો આભાર

સ્થાનિક
Spread the love

સુરત, 7 જૂન : કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેકટ્રીસિટી (પ્રમોટીંગ રિન્યુએબલ એનર્જી થ્રુ ગ્રીન એનર્જી ઓપન એકસેસ) રૂલ 2022 જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ્સ મુજબ ભારતમાં હવે ગ્રીન એનર્જી માટેના એનર્જી બેન્કીંગ તથા ઓપન એકસેસ ચાર્જીસ માટે એકસમાન નીતિ ઘડતર કરવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. ચેમ્બરની માંગણી મુજબ મોટા ભાગના મુદ્દાઓ કેન્દ્ર સરકાર દ્વારા આ નીતિમાં આવરી લેવામાં આવ્યા છે.
ઓપન એકસેસ મિકેનિઝમમાં મિનિમમ એક મેગાવોટની કેપેસિટીની જોગવાઇ હતી તેને કાઢીને 100 કિલોવોટની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની અમલવારી ચાર મહિના બાદ ઓપન એકસેસ ચાર્જીસ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશની તમામ રાજ્યોની ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ઉપરોકત નોટિફિકેશનને આધારે પોતાના રાજ્ય માટે ગ્રીન ઓપન એકસેસ માટેના નીતિ નિયમો ઘડવા પડશે.હાલમાં જ ચેમ્બરના પ્રતિનિધીએ નવી દિલ્હી ખાતે એમએસએમઇ મંત્રાલય દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ત્યાં પણ ઉપરોકત તમામ માંગણી ચેમ્બર દ્વારા કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે તથા એમએસએમઇ સેક્રેટરી બી. બી. સ્વાઇન સમક્ષ કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને પણ રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બરના પ્રમુખે જણાવ્યું કે, ઉદ્યોગકારો છેલ્લાં લાંબા સમયથી નવી નીતિની રાહ જોઇ રહયા હતા ત્યારે તમામ મંત્રીઓ તથા સચિવોના સંયુકત પ્રયાસ બાદ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવી યુનિફોર્મ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે. હવે દેશભરમાં સમાન નીતિ હેઠળ ગ્રીન એનર્જીના પ્રોજેકટ સ્થાપી શકાશે.આથી આ તબકકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મિનિસ્ટર ઓફ પાવર રાજ કુમાર સિંઘ, કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે, કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો આભાર માન્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *