હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં સેવા અને સમર્પણનો ભાવ સમાયેલો છે : શુકલ

સ્થાનિક
Spread the love

સુરત, 6 જૂન : હિન્દુસ્તાન ની સંસ્કૃતિમાં સેવા અને સમર્પણનો ભાવ સમાયેલો છે.બીજાનું આચકી લેવા કરતા જતુ કરવાનો આનંદ અનેરો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવશે એ નક્કી છે ઉપરોક્ત શબ્દો સોમવારે ખેરગામમાં S.M.C ના પૂર્વ ડેપ્યુટી મેયર અને લિબાયત ભા.જ.પના અગ્રણી ડૉ. રવિન્દ્ર પાટીલને આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ ઉચ્ચાર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જનસંઘના સમયના જુના સેવાભાવી ડૉ. રવિન્દ્ર પાટીલ દવારા સુરતના લિંબાયતમાં રામકથા અને ભાગવત કથાઓ થઈ ગઈ છે ઉપરાંત ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોજાયેલી પ્રફુલભાઈ શુકલની 500મી રામકથા અને ગણેશ યાગમાં પણ ડૉ. રવિન્દ્ર પાટીલે કન્વીનર રહીને સેવા આપી હતી.આજે પરિવાર સાથે ડૉ. રવિન્દ્ર પાટીલ ખેરગામ આવીને પ્રફુલભાઈ શુકલના આશીર્વાદ લીધા હતા. તેમણે ડૉ.પાટીલ ને શુભાસ્તે પંથા: ના આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે કિશન શુકલે ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *