નવસારી : વડાપ્રધાન મોદી આવતીકાલે ‘ માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના ’નું ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે

પ્રાદેશિક
Spread the love

સુરત, 9 જૂન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.10મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. 3050 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, ત્યારે આ ગૌરવભરી ક્ષણે વડાપ્રધાન સુરત જિલ્લાની રૂ. 86 કરોડના ખર્ચે સાકાર થનાર ‘માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ઈ-ખાતમુહૂર્ત કરશે. આ યોજના થકી માંડવી અને બારડોલી તાલુકાના 44 ગામોના 321 ફળિયાઓની અંદાજિત 72000 વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. આ યોજનાના સમાવિષ્ટ ગામોમાં ઉનાળાના સમયગાળામાં પડતી પીવાના પાણીની તંગીનું નિવારણ થશે, તેમજ ભુગર્ભ જળની ગુણવત્તા પણ સુધરશે, તથા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે પૂરતો અને સલામત પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે.

ક્યા કયા ગામોને મળશે આ યોજનાનો લાભ?

માંડવી તાલુકાના વાંકલા, જાખલા, વરજાખણ, તરસાડા, બરગમ, રતનીયા, રાજવડ, મોટી ચેર નાની ચેર, જામનકુવાબાર અને સદાદી ગામને લાભ મળશે.બારડોલી તાલુકાના બાલ્દા, રજવાડ. વાઘેચા, કડોદ, ભામૈયા, ઉછરેલ, હરિપુરા, કડોદ, મસાદ, મિયાવાડી, નાસુરા, વઢવાણીયા, સિંગોડ, બામણી, સમથાણ, કંટાલી, ઓર્ગેમ, જુનવાણી, વાંસકુઇ, ભેંસુદલા, નાની ભાટલાવ, માધી, સુરાલી, ઉતરા, વધવા, માણેકપોર, ઉવા, કરચકા, હિંડોલિયા, કિકવડ, મોટી ભાટલાવ, સેજવડ, અલ્લુ, વાંકાનેર,પારડીવાલોડ ગામોને લાભ મળશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી ખુડવેલથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.2150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *