સુરત, 9 જુન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના સંયુકત ઉપક્રમે શુક્રવાર, 10 જૂન, 2022ના રોજ સવારે 9:30 કલાકે જે. ડી. ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ ભવન, મીનીબજાર, વરાછા રોડ, સુરત ખાતે ધોરણ 10 અને ધોરણ 12 પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાના હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના પ્રમુખ તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને શિક્ષણ સર્વદાના સંપાદક જયેશ બ્રહમભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.આ તકે વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી ઘડતર માટેની સચોટ માહિતી મેળવવા આ સેમિનારનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત