કામરેજના ખોલવડ ખાતે ‘સાયબર સ્વચ્છતા અને સાયબર ક્રાઈમ નિવારણ’ વિષય પર જનજાગૃત્તિ સેમિનાર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત,11 જૂન : ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ-આઈ.ડી. ક્રાઈમ અને સુરત રેન્જ પોલીસના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ અને દ્વારા કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત નવનિધિ સ્કૂલ ખાતે ‘સાયબર સ્વચ્છતા અને સાયબર ક્રાઈમ નિવારણ’ વિષય પર જનજાગૃત્તિ સેમિનાર યોજાયો હતો.

સુરત રેન્જ પોલીસના એડિશનલ ડી.જી.ડૉ. એસ.પી.રાજકુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરની પ્રેરણા અને સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેમિનારમાં કામરેજના પોલીસ ઈન્સ્પેકટર આર.બી.ભટોળે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ એટલે કમ્યુટર, ઈન્ટરનેટની મદદથી થતી ગુનાહિત પ્રવૃતિઓ. ડિજિટલ માધ્યમથી નાણાકીય છેતરપિંડી, વ્યક્તિગત માહિતીની ચોરી, ખોટી માહિતી આપવી, માહિતીનો નાશ કરવો, ઓનલાઇન ધમકી આપવી, બદનામી કરવી વગેરે સાયબર ક્રાઈમમાં આવે છે. આ ક્રાઈમ થવા પાછળનું મુખ્ય કારણ ડર, લાલચ અને આળસ છે. આજના ડિજીટલ યુગમાં કરોડો લોકો ઇન્ટરનેટના માધ્યમથી ઝડપી કોમ્યુનિકેશન, મનોરંજન, ઓનલાઈન શિક્ષણ તથા નાણાકીય વ્યવહાર કરી રહ્યાં છે, ત્યારે સતર્કતા રાખીને સલામત અને જાગૃત રહી શકાય છે એમ જણાવ્યું હતું.

એલ.સી. બી. શાખાના હેડ કોન્સ્ટેબલ દિનેશ સિંધવે ફાયનાન્સિયલ ફ્રોડ, ડિજીટલ યુગમાં ઈન્ટરનેટનો ઉપયોગ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના લાભ અને ગેરલાભ વિશે માર્ગદર્શન આપતા કહ્યુ કે, બેન્કિંગના પીન નં., ઓ.ટી.પી., સીવીવી કે ક્યુ આર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને ક્યારેય આપવી નહિ. ફ્રી લોન, ફ્રી ઈન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં આવી ખરાઈ કર્યા વગર અજાણી લિન્ક પર ક્લિક કરવું નહિ. સોશ્યલ મિડીયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા ખરાઈ કરો. સોશ્યલ મિડીયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહિ એમ જણાવી સિંધવે સોશ્યલ મિડીયા સંબંધિત ફ્રોડ તથા સાયબર ક્રાઈમથી બચવા અંગે રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે એલ.સી.બી. પી.આઈ. કે.જે. ધડૂક, સુરત ગ્રામ્ય એલ.સી.બીના ટેક્નિકલ એક્સપર્ટ પોલીસ કર્મચારીઓ અને જાગૃત્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *