સુરત, 14 જૂન : યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર-ગાંધીનગર દ્વારા ભાવનગર ખાતે 10થી 12 જૂન દરમિયાન રાજયકક્ષાનો કલા-મહાકુંભ યોજાયો હતો. જેમાં વિવિધ વયજૂથની કુલ 18 કૃતિઓમાં સુરતના કલાકારોનો દબદબો જોવા મળ્યો હતો, જેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિવિધ કેટેગરીમાં વિજેતા થયા હતા.
કલામહાકુંભમાં 6થી 14 વર્ષની વયજૂથમાં ઓડિસી નૃત્યમાં પ્રથમ ક્રમે વેદિકા પટેલ, સિતારમાં તનિષ શાસ્ત્રી અને પૂજા કતારીયા અનુક્રમે દ્વિતીય અને તૃતીય, લોકનૃત્યમાં કતારગામની ગજેરા વિદ્યાભવન પ્રથમ ક્રમે રહી હતી. એકપાત્રીય અભિનયમાં તૃતિય ક્રમે ગુણા ચાર્મિ, સ્કૂલબેન્ડમાં તૃતિય ક્રમે રિવલડેલ અકેડમી, સર્જનાત્મક કારીગરીમાં તૃતિય ક્રમે અન્વેષા શર્મા, ગરબામાં તૃતિય ક્રમે પી.પી. સવાણી વિદ્યાભવન વિજેતા થયા હતા.
15થી 20 વર્ષના વયજૂથ અંતર્ગત સમૂહગીતમાં સપ્તધ્વનિ સંગીત વર્ગ, રાસમાં ગેજેરા વિદ્યાભવન (કતારગામ), વક્તૃત્વમાં શાહ નિશીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. લોકવાર્તામાં માંગુકિયા દિશા તૃતિય, ઓડીસીમાં હિરણ્યમયી વખારવાલા અને રિયા પટેલ અનુક્રમે પ્રથમ અને દ્વિતિય રહ્યા હતા, જયારે સિતારમાં વંદિતા શાસ્ત્રી તૃતિય, વાયોલિનમાં નિશ્ચલ મારૂ દ્વિતિય, એકપાત્રીય અભિનયમાં બંસરી લિંબાચીયા પ્રથમ અને ગરબામાં સપ્તધ્વનિ સંગીત વર્ગ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. આ ઉપરાંત 21થી 59 વર્ષના વયજૂથમાં કાવ્યલેખનમાં પાઠક સપના પ્રથમ ક્રમે અને વાયોલિનમાં દિવાન રમજાનશાએ તૃતિય ક્રમે વિજેતા બની સુરતનું ગૌરવ વધાર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત