સુરત, 14 જૂન : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહ 15 જૂન-2022ના રોજ સવારે 10:20 વાગ્યાથી હજીરામાં આર્સેલર-મિત્તલ સ્ટીલ પ્લાન્ટ, AMNS જેટી, કોક ઓવન સાઈટ વગેરે વિભાગોની મુલાકાત લેશે. 16મીએ સવારે 11 વાગ્યે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. બપોરે 12 વાગ્યે ઈચ્છાપોરમાં આવેલી હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યારબાદ 2:30 વાગ્યે સ્ટીલ ઉત્પાદકો અને સ્ટીલ ગ્રાહકો સાથે એક ઈન્ટરેક્ટિવ સેશનમાં હાજરી આપશે. સાંજે 5 વાગ્યે બિહાર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.