સમગ્ર ગુજરાતમાં 15 જૂનથી 26 જૂન સુધી ફ્રી વીજળી ના મુદ્દે આંદોલન ચાલશે : ગોપાલ ઈટાલિયા

સ્થાનિક
Spread the love

સુરત, 15 જૂન : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં વીજળી આંદોલન મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી તે પહેલા ભાજપ અને કોંગ્રેસે મળીને માત્ર લોકોને લૂંટવાનું જ કામ કર્યું હતું. પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય થયો છે ત્યારથી સમગ્ર દેશના રાજકારણમાં મુદ્દાઓએ સ્થાન બનાવ્યું છે. અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દાઓ પર શાનદાર કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સારું કામ કરે તે માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.છેલ્લા કેટલાક સમયથી અમે ગુજરાતમાં ભાજપ સરકારને શિક્ષણના મુદ્દે મોટો પડકાર આપ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી ના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ મોડલ નો પર્દાફાશ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલે હવે વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ આક્રમકતા સાથે આંદોલન કરવા જઈ રહી છે.આમ આદમી પાર્ટી હવે ગુજરાત માં ‘વીજળી આંદોલન’ શરૂ કરવા જઈ રહી છે. જે 16 જૂન થી 26 જૂન સુધી ચાલશે. આમ આદમી પાર્ટી ના દરેક નેતા અને કાર્યકર્તા વડોદરા માં લોકો ના ઘરે-ઘરે જશે અને ભાજપ સરકાર ની બેવડી નીતિઓ થી ગુજરાત ની જનતા ને જાગરૂક કરશે. તથા ગુજરાતમાં મોંઘવારી ને લઈને જે કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે તે અન્યાય વિશે જનતા ને જણાવીશું.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન વધારવાને બદલે ભાજપ સરકારે તેનું ઉત્પાદન ઓછું કરવાનું કામ કર્યું અને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યાર પછી સરકારે વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારી વીજ કંપનીઓ કરતા મોંઘા ભાવે વીજળી લઈને જનતાને મોંઘા ભાવે વીજળી આપવાનું શરૂ કર્યું. ભાજપે પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. ભાજપના આ છોડને ખુલ્લા પાડવા માટે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરી રહી છે.અમારી પહેલી માંગ છે કે ભાજપ સરકાર સસ્તી વીજળી આપવાનું શરૂ કરે કારણ કે મફત વીજળી આપવાનું કામ ભાજપ બિલકુલ કરી શકશે નહીં. કારણ કે ગુજરાતમાં લોકોને મફત વીજળી આપવાનું કામ ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે અને અમે આવનારી ચૂંટણીમાં જીતીને અમે આ કામ કરવાના છીએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી વીજળીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે. આ પછી સમગ્ર ગુજરાતમાં રેલી, પદયાત્રા અને રાત્રીના સમયે મશાલ યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ અમે કેટલાક અદ્ભુત કાર્યક્રમો પણ કરવા જઈ રહ્યા છીએ જેના વિશે અમે અત્યારે કોઈ માહિતી આપી શકશું નહી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટરો,કિશોર દેસાઈ, મનોજ સોરઠીયા, રાકેશ હિરપરા, ધર્મેશ ભંડેરી, રામ ધડુક, અને મહેન્દ્ર નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પછી તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી કાઢીને ‘ભાજપ સરકાર ચોર હૈ’ ના નારા લગાવતા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *