ચેમ્બર ઓફ કોમર્સની ન્યુ જર્સી ખાતે મેયર તથા સ્થાનિક ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત,15 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુએસ માં ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022 એકઝીબીશન અંતર્ગત ન્યુ જર્સી ખાતે ન્યુ જર્સીના મેયર સેમ જોશી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં ન્યુ જર્સીના સ્થાનિક ઇન્ડીયન કોમ્યુનિટીના ઉદ્યોગકારો તથા અન્ય દેશોમાંથી ટેકસટાઇલ પ્રોડકટની આયાત કરનારા આયાતકારો હાજર રહયા હતા.
ચેમ્બરના પ્રમુખે ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું તથા યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનના ભાગરૂપે ચેમ્બર દ્વારા તા. 16 જૂન, 2022ના રોજ ન્યુ જર્સી ખાતે યોજાનારી બીટુબી અને બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ વિશે સ્થાનિક ઉદ્યોગકારોને માહિતી આપી હતી. સાથે જ તેઓને આ બંને મીટમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો.

ન્યુ જર્સીના મેયર સેમ જોશીએ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 30 વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગકારોએ સારો બિઝનેસ ડેવલપ કર્યો છે. એમાં પણ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટીના બિઝનેસ એન્ડ ઇકોનોમી ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સાથે જ એકઝીબીશન થકી ચેમ્બરના આ પ્રયાસને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પણ વધુ વેગ મળશે. આ મિટીંગમાં સ્થાનિક ઉદ્યોગકારોએ ચેમ્બરના પ્રયાસને બિરદાવ્યો હતો અને દર વર્ષે આ રીતે એકઝીબીશનનું આયોજન થાય તેવી લાગણી વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. 9થી 11 જૂન 2022 દરમ્યાન યોજાયેલા ત્રિદિવસીય ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022’ એકઝીબીશનને જબરજસ્ત ઐતિહાસિક સફળતા મળી છે.ચેમ્બર દ્વારા હવે આ એકઝીબીશન અંતર્ગત તા. 16 જૂન, 2022ના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. 19 જૂનના રોજ કેલિફોર્નિયા ખાતે બીટુબી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં પણ કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *