સુરત : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શાળાના બાળકોને ટ્રાફિક સલામતી અંગે જાગૃત કરાયા

સ્થાનિક
Spread the love

સુરત,16 જૂન : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુકત ઉપક્રમે અડાજણ વિસ્તારમાં આવેલી સેવન સ્ટેપ શાળા ખાતે 400 વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે ટ્રાફિક જાગૃતિ કરવામાં આવ્યા હતા.રોડ અકસ્માત અટકાવવાના આશયથી નાનપણથી બાળકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ આવે તેવા આશયથી શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને તેમજ સ્કૂલ વાહનચાલકોને બ્રિજેશ એમ.વર્મા (પ્રેસિડેન્ટ ડીસ્ટ્રીક ટ્રાફિક એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટી) દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી ઓડિયો-વીડિયો માધ્યમથી સમજૂતી આપવામાં આવી હતી.આ ઉપરાંત ટ્રાફિકના નિયમો પાલન કરવા અંગે શપથ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ અવસરે સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગના રિજિયન-4ના મદદનીશ પોલીસ કમિશનર એમ.એચ. ઠાકરે ટ્રાફિકના કાયદાની ઝીણવટપૂર્વક માહિતી આપી બાળકોને ટ્રાફિક નિયમોના પાલન કરવા અંગેની સમજ આપી હતી.આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના જવાનો તથા સેવન સ્ટેપ શાળાના પ્રિન્સીપાલ કોમલ શાહ તેમજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *