
સુરત, 17 જૂન : કેન્દ્ર સરકારના ED વિભાગ દ્વારા કેન્દ્ર ની ભાજપ સરકારનાં ઇશારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં કનડગત કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન-ધરણા કરવામાં આવી રહ્યા છે.આ મુદ્દે શુક્રવારે સાંજે સુરતની સિવિલ હોસ્પિટલની સામે, ઇન્કમટેક્સ કચેરી પાસે,મજુરા ગેટ ખાતે શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના 50 આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

આ કાર્યક્રમ માં કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો આગેવાનો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ત્યારબાદ સુરત પોલીસ દ્વારા લોકશાહી રીતે વિરોધ કરતા તમામ આગેવાનોને અટક કરી ખટોદરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.જેમાં શહેર પ્રમુખ નૈષધ દેસાઈ, ભુપેન્દ્ર સોલંકી,અસ્લમ સાયકલવાલા ,શૈલેષ રાયકા,હરીશ સુર્યવંશી,અશોક પિમ્પ્લે,સિવા રાજપૂત, જલપા ભરૂચી,કિરણ રાયકા,ગોપાલ પાટીલ સહિત આશરે 50 આગેવાનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.આ વિરોધ પ્રદર્શન દરમ્યાન ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે આગેવાનોની ટીંગાટોળી કરીને તેમને પોલીસવાનમાં બેસાડ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત