
સુરત : આજ રોજ સુપોષણ અભિયાન હેઠળ સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સુરત શહેરની પ્રત્યેક આંગણ વાડીમાં કુપોષિત બાળકો માટે ચેક અપ તથા પ્રોટીન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવાનો અભિગમ રાખી સ્વસ્થ ભારત સશક્ત ભારત ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

સુરત શહેર ભાજપ મેડિકલ સેલના પ્રમુખ ડૉક્ટર શ્રી વિરેન્દ્રસિંહ મહિડાએ જણાવ્યું હતું કે ભુતકાળમાં પણ આવા અનેકવિધ કાર્યક્રમો મેડિકલ સેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા,સુરત શહેર ભાજપ મહામંત્રીઓ મુકેશ દલાલ, કિશોર બિન્દલ , કાળુ ભીમનાથ , સુરત ભાજપના પદાધિકારીઓ , ચૂંટાયેલા વિવિધ ધારાસભ્યો ,નગરસેવકો , સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ , શિક્ષણ સમિતિના પદાધિકારીઓ તથા આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.