સુરત : ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું

સ્થાનિક
Spread the love

સુરત, 17 જૂન : એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ – એસબીસી દ્વારાએસપીબી હોલ,સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન વિષય ઉપર ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસબીસીના 59 સભ્યોએ હાજરી આપી હતી.એસબીસીના ચેરમેન તપન જરીવાલાની અધ્યક્ષતામાં આ બેઠક સફળતાપૂર્વક મળી હતી.આજની મિટીંગના મુખ્ય વક્તા તરીકે એસબીસી કમિટીના જ કો–ચેરમેન ચિરાગ દેસાઈએ કમિટીના સભ્ય મિત્રોને બિઝનેસને વધારવામાં મદદરૂપ થાય તેવું પ્રેઝન્ટેશન કેવી રીતે આપી શકાય? તેમાં કયા – કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તે અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે 4 “C” અને 3 “P”ના કોન્સેપ્ટ વિશે માહિતી આપી વિવિધ ઉદાહરણો થકી સમજણ આપી હતી. સભ્યોએ આ વિશે ખાસ રસ દાખવ્યો હતો તેમજ ઉપર મુજબના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રેઝન્ટેશન આપવાની તૈયારી દર્શાવી હતી.ત્યારબાદ એસબીસીના સભ્યોના પ્રેઝન્ટેશનની કામગીરી કમિટીના કો–ચેરપર્સન સ્નેહા જરીવાલા દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. એસબીસીના સભ્યોએ પોતાના વ્યવસાય સાથે પરિચય આપ્યો હતો.

વક્તવ્યના અંતે સભ્ય મિત્રોના સવાલોના જવાબ વકતા ચિરાગ દેસાઇએ આપ્યા હતા અને તેમાં દરેક સભ્ય મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજની મિટીંગમાં પોતાનું શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન આપવા બદલ દિલીપસિંહ ગેહલોત, કેતન પાનવાલા અને રાજેન્દ્ર જેઠવાને પારિતોષિક આપવામાં આવ્યું હતું.એસબીસી કમિટીના કો–ચેરમેન એડવોકેટ પરેશ પારેખે મિટીંગના અંતે આભારવિધિ કરી હતી. ત્યારબાદ સભ્ય મિત્રો એસબીસી કમિટીના રાજેન્દ્ર જેઠવા દ્વારા આયોજિત રાત્રિભોજન આરોગી છૂટા પડયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *