ભાવનગર : જગન્નાથજીની રથયાત્રામાં કોરોનાના ફ્લોટ્સને અને વેશભૂષામાં રાધા કૃષ્ણના પાત્રને મળ્યો પ્રથમ ક્રમાંક

ધર્મ
Spread the love

ભાવનગર,1 જુલાઈ : ભાવનગર ની રથયાત્રા માં વિવિધ કલાત્મક ફ્લોટ્સનું આકર્ષણ રહ્યું છે. અને ફલોટ સજાવટ અને અપાતા મેસેજને ધ્યાનમાં લઇ ક્રમાંક પણ અપાય છે. આ વર્ષે રથયાત્રા માં કરંટ ટોપિક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલા વિવિધ સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંદેશા આપતા વિવિધ ફલોટ અને ઐતિહાસિક પાત્રો વચ્ચે હરીફાઇ યોજાઇ હતી. રથયાત્રા મહોત્સવ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે 72માં ક્રમાંકે રહેલા આઝાદ મિત્ર મંડળને પ્રાપ્ત થયો હતો.આ મંડળ દ્વારા કોરોનાની મહામારી અંગે ફલોટ બનાવવામાં આવ્યો હતો.જ્યારે બીજા ક્રમે રાજહંસ નેચર કલબનો ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણનો ફલોટ, ત્રીજા નંબરે સરદાર યુવા મંડળ નો વૃદ્ધાશ્રમને લગતો ફલોટ, ચોથા ક્રમે કાઠીયાવાડ મિત્ર મંડળ ના રાષ્ટ્રીય ચેતના સરક્ષણ લોક જાગૃતિનો ફ્લોટ અને પાંચમા ક્રમે અખિલ વિશ્વ યુગનિર્માણ ગાયત્રી પરિવારનો વ્યસન મુક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રચાર પ્રસારનો ફલોટ વિજેતા બન્યો હતો.જ્યારે વેશભૂષા સ્પર્ધામાં રાધાકૃષ્ણ પાત્રમાં અશોક ચૌહાણ- જયેશ વકાણી પ્રથમ ,વેલનાથ બાળ સ્વરૂપ રોહિત પ્રવીણભાઈ ડાભી બીજા ક્રમે, સર્પકન્યા જાનવી રાજુભાઈ ચૌહાણ ત્રીજા ક્રમે અને વાસુદેવ કૃષ્ણ નું પાત્ર ભજવનાર હરીભાઇ મકવાણા ચોથા નંબરે વિજેતા થયેલ છે.

આ સ્પર્ધામા નિર્ણાયકો તરીકે કાળુભાઈ દવે ,એસ.ટી રાવલ,વિપુલ હિરાણી(પત્રકાર), શૈલેન્દ્રસિંહ ગોહિલ ,મહેશ દવે , કલાપી પાઠક , સમીરભાઈ વ્યાસ, નયનાબેન દવે, ધૃતિબેન વ્યાસ , અજયભાઈ ત્રિવેદી મહેશભાઈ ભટ્ટ વિગેરે એ સેવા આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *