
સુરત, 4 જુલાઈ : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો આગામી તા.5થી 19 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે સુરત શહેરમાં રાજ્ય સરકારના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી કરાવતા ‘વંદે ગુજરાત વિકાસ રથ’ને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયા આજે તા 5મીએ સાંજે 4:30 વાગ્યે સુરતના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ, આશાપુરા ટેકરો, રૂસ્તમપુરાથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે.
આ રથ 15 દિવસ દરમિયાન સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સવારે 9:30 થી 11:30 તથા સાંજે 4 થી 6:30 દરમિયાન કાર્યક્રમો યોજાશે. સાથોસાથ વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ તથા યોજનાકીય સહાયનું લાભાર્થીઓને વિતરણ, પ્રભાતફેરી, યોગ નિદર્શન કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના સુપોષણ અને વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર-નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃત્તિના કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની સહિત ધારાસભ્યો અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત