
સુરત, 4 જુલાઈ : આજરોજ તારીખ 4 જુલાઈ સોમવારના રોજ પંડિત દિનદયાલ ભવન ભાજપ કાર્યાલય ખાતે આગામી તારીખ 9મી જુલાઈ શનિવારના રોજ સુરત શહેર ખાતે પ્રથમ વખત યોજાનારીગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ પ્રદેશ કારોબારી અંગેની વિવિધ વ્યવસ્થાઓ અને તૈયારીઓ માટે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરી હતી.આ પ્રદેશ કારોબારી સુરત મહાનગરમાં આયોજિત કરવાનો શહેર ભાજપને પ્રથમ વખત મોકો મળતા સહુ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા એક અનેરો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે.
આ બેઠકમાં શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા સાથે મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય કાંતિ બલર, અરવિંદ રાણા,વી.ડી.ઝાલાવાડીયા, સંગીતા પાટીલ,મહામંત્રી મુકેશ દલાલ,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશપટેલ,શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુત હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત