
સુરત, 4 જુલાઈ : સુરત શહેરના સગરામપુરા વિસ્તરામાં સાઇ સિધ્ધી એજન્સી તથા સાઇ સમર્થ એજન્સીના નામથી મની ટ્રાન્સફરનું કામ કરતા જગદીશ ભાઈ ચોક્સી સચીન, ઉન, પાંડેસરા વિસ્તારમાંથી રૂપિયા એકત્રિત કરીને તેને બેંકમાં જમા કરાવતા હોય છે.ગત દિવસોમાં આ વિસ્તારોમાંથી રૂપિયા 31.39 લાખનું કલેક્શન કરીને જમા કરાવવા જઈ રહ્યા હતા.બેંકમાં જતા પૂર્વે તેઓ પોતાની મોટર સાયકલમાં ઉધના ત્રણ રસ્તા પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ ઉપર ધીમી ગતીએ જતા હતા.તે સમયે અચાનક પાછળથી એક મોટર સાઇકલ ઉપર ત્રણ અજાણ્યા શખ્સો તેજ ગતિએ આવીને ચીલઝડપ કરીને નાસી ગયા હતા. આ દિલધડક લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.કેમેરામાં કેદ થયેલા સીસીટીવીના ફૂટેજ અને ઝીણવટભરી તપાસના આધારે પોલીસે આ ઘટનાના 5 આરોપીને દબોચી લીધા છે.આ 5 આરોપી પૈકી બે આરોપી સગીર છે.
આ ઘટના અંગે ડીસીપી રાજન સુસરાએ જણાવ્યું હતું કે ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.મિતેશ આ વિસ્તારમાંથી રોજ પસાર થતો હોય છે અને અજય દ્વારા રૂપિયા લઇ જતા હોવાની તેને ટીપ આપવામાં આવી હતી. આ ઘટનામાં ઉધના પોલીસે ડીંડોલી ખાતે રહેતા મિતેશ ઉર્ફે મીતલો ઉર્ફે મિત રવીન્દ્રભાઈ ગોસ્વામી, બે બાળ કિશોર તથા ટીપ આપનાર અજય ગોસ્વામીની ધરપકડ કરી છે.પોલીસે આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 28.56 લાખની રોકડ રકમ પણ રિકવરી કરી છે.આ સમગ્ર ઘટનામાં હજુ પણ કોઈ આરોપી સંડોવણી છે કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત