
સુરત, 11 જુલાઈ : સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળાના રસ્તાઓ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે જયારે તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડના જવાનોને રસ્તાઓ ન ઓળગવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો, સુરત જિલ્લાના બારડોલી, મહુવા, પલસાણા, માંડવી અને માંગરોળ તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પરના નાળા પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સ્થાનિક પોલીસ ચોકીના પોલીસ, હોમગાર્ડ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. બંધ કરાયેલ નદી નાળા – પુલ પરના રસ્તા પાણી ઉતરતા જ રાબેતા મુજબ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે.

બારડોલી તાલુકાના વધાવા કરચકા ગામનો ઉતારા વધાવા કરચકા રોડ, જુની કીકવાડનો જુની કીકવાડ ગભેણી ફળીયા રોડ, પારડી વાલોડ ગામનો આકાનેર પારડી વાલોડ રોડ, ખરડ ગામનો ખરડ એપ્રોચ રોડ, સુરાલી ગામનો સુરાલી ધારીયા ઓવારા રોડ અને સુરાલી કોતમુડાથી બેલધા રોડ પરનો કોઝવે અને રામપુરા ગામનો ખરવાસા મોવાછી જોઈનિંગ સામપુરા રોડ પરનો કોઝવે ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

મહુવા તાલુકાના નલધરા શેખપૂર ગામનો નલધરા સરકાર ફળિયાથી બેજીયા ફળિયા રોડ, આંગલધરા ગામનો આંગલધરા પારસી ફળીયા રોડ, ખરવન ઘડોઈ ગામનો ખરવન કોધાર ફળીયા રોડ, કોષ ચડાવ ગામનો કોષ ખખરી ફળીયાથી ચડાવ રોડ, કોષ આગલધરા ગામનો કોષ આગલધરા રોડ, વહેવલ ગામનો વહેવલ હટવાડા ઝાડી ફળીયા રોડ અને વહેવલ ખુટી ફળીયા રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

પલસાણા તાલુકાના હરીપુરા ગામનો હરીપુરા એપ્રોય રોડ જોઈનિંગ એન એચ 48 રોડ, અંત્રોલી ગામનો અંત્રોલી કોસમાડા રોડ, બગુમરા બલેશ્વર બગુમરા બલેશ્વર રોડ, બગુમરા તુડી ગામનો બગુમરા તુડી રોડ, બલેશ્વર ગામનો ઓલ્ડ બી-એ પાસીંગ થુ ચલથાણા બલેશ્વર પલસાણા વિલેજ રોડ, તુડી ગામનો તુડી-દસ્તાન રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

માંડવી તાલુકાના દેવ ફળીયા ગામના દેવગઢ કોલખડી રોડ, કોલખાડી ગામના દેવગઢ અંધાર વાડી લિમ્ધા રોડ, મુંજલાવ ગામના ઉશ્કેર મુંજવાલ બૌધાન રોડ, લુહારવડ ગામના દેવગઢ લુહારવડ રોડ, કાલિબેલ ગામના મોરીઠ કાલિબેલ રેગમાં રોડ પર બનેલ કોઝવે ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

માંગરોળ તાલુકાના શેઠી ગામના વેલાછાથી શેઠી રોડ, સિયાલજ ગામના સીયાલજથી કોસંબા રોડ, વલેસા ગામના પણેથાથી વલેસા રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત