અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા લોકોની વ્હારે આવ્યું સુરત શહેર ભાજપ

સ્થાનિક
Spread the love

સુરત, 12 જુલાઈ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન અનુસાર અતિવૃષ્ટિના લીધે આવી પડેલી આફતમાં નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા માટે સુરત મહાનગર ભાજપ દ્વારા 8000 નાસ્તાની કીટોનું વિતરણ કરવામાં આવનાર છે.

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા ભાજપ ગુજરાત એકમે એક હેલ્પલાઇન શરૂ કરી છે જેમાં ભારે વરસાદને લઈને જેને તકલીફ હોય તેનું સત્વરે નિરાકરણ લાવવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે સાંસદો ,ધારાસભ્યો,તથા ચૂંટાયેલા પદાધિકારીઓને તથા સંગઠનના પદાઅધિકારીઓને તેમના વિસ્તારમાં જ્યાં પણ સમસ્યાઓનું સર્જન થયું હોય ત્યાં જાતે જઈ તેનો સત્વરે નિકાલ કરવા હાકલ કરવામાં આવી છે. આ આવી પડેલી આફતમાંથી ઝડપથી બહાર નીકળીએ તેના માટેના કાર્યો સતત ચાલુ છે.

આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન એકમ દ્વારા 8000 નાસ્તાની કીટોનું નર્મદા જિલ્લા તથા છોટાઉદેપુર જિલ્લામાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ નાસ્તાની કીટોમાં મોહનથાળ,સુકો નાસ્તો તથા બિસ્કીટો મૂકવામાં આવેલ છે જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આધાર મળી રહે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *