
સુરત, 13 જુલાઈ : સુરત એકલ યુવા અને શાંતમ સંસ્થા ખાતે ભારતની પરમાણું સહેલી ડો.નિલમ ગોયલે પરમાણુ ઉર્જા અને તેની સાથે જોડાયેલા વ્યવસાયોમાં રહેલી તકો અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો. આ પ્રસંગે કોલસાની અછત અને વધતા જતા પ્રદુષણ તેમજ ઉર્જાની જરૂરીયાતને ધ્યાને લઈ પરમાણુ ઉર્જાની ઉપયોગિતા અને અણું ઉર્જા અંગેની ગેરમાન્યતાઓ વિશે ડો.નિલમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પરમાણું સહેલીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ન્યુક્લિયર પાવર પ્લાન્ટસ માત્ર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSUs) જ સ્થાપી શકે છે. પરંતુ આવનારા સમયમાં ખાનગી ક્ષેત્રે પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપના કરી શકશે. પરંતુ આ માટે ન્યુક્લિયર એનર્જીનો કાયદામાં ફેરફાર કરવા પડશે. જેના માટે સરકાર-વહીવટ, ઉદ્યોગપતિઓ, સામાન્ય જનતાએ જાગૃત થઈને એક જ મંચ પર આવવું પડશે. આ ઉદ્દેશ્ય પુરો કરવા માટે ડો. નીલમ ગોયલ તમામ વર્ગના લોકોને જાગૃત કરવા અને સાથે મળીને કામ કરવા માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. ડો.ગોયલે જણાવ્યું કે, જો આપણા દેશમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાય છે..તો જનતાને સ્વચ્છ, સસ્તી, ટકાઉ કાર્બન મુક્ત વીજળી મળશે., પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં ઉદ્યોગપતિઓને ૪૯% સુધીનો હિસ્સો મળશે. કોલસા માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટશે અને ભારત આત્મનિર્ભરતા બની શકીશું.

આ સેમિનારમાં ક્વિઝ દ્વારા શહેરીજનોએ પ્રશ્નો કર્યા હતા જેનું ડો.ગોયલે જવાબો આપ્યા હતા. કાર્યક્રમમાં શાંતમના સ્થાપક વિનોદ અગ્રવાલ અને એકલ યુવા પ્રમુખ ગૌતમ પ્રજાપતિ ઉપરાંત તમામ પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ, યુવાનો અને યુવા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત